અજવાળાંનો ઓટોગ્રાફ - 32

(13)
  • 3.3k
  • 807

નાના હતા ત્યારે ઘરેથી નિશાળે જવા માટે રીક્ષા લેવા આવતી. કોણ જાણે કેમ ? પણ એ રીક્ષાવાળા ભાઈનું નામ હજુપણ યાદ છે. ત્રીસેક વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં અબ્બાસભાઈનો ચહેરો આજેપણ યાદ છે. અબ્બાસભાઈનું કામ બહુ જ મર્યાદિત હતું. એમની રીક્ષામાં આવતા બાળકોને નિશાળ સુધી પહોંચાડવાના અને નિશાળ પત્યા પછી ઘરે લઈ આવવાના. આપણા બાળમાનસના વિશાળ પડદા પર અબ્બાસભાઈ જેવા લોકોએ બહુ નાની અને તેમ છતાં બહુ યાદગાર ભૂમિકાઓ ભજવી હોય છે.