પ્રકરણ 3 નયન ને બંધ રાખી ને મેં જ્યારે તમને જોયા છે ગતાંકથી ચાલુ National Art Gallery welcomes all to admire the astonishing paintings. (નેશનલ આર્ટ ગેલેરી ભવ્ય ચિત્રકલાને પ્રોત્સાહિત કરવા આપનું સ્વાગત કરે છે.) આવા મોટા અક્ષરોએ લખેલા બોર્ડને રંગબેરંગી ફૂલોની ડિઝાઇનવડે શણગારવામાં આવ્યું છે. તે હોલ સુધી પહોંચતા માર્ગમાં આછા પીળા રંગની લાઈટ અને ગુલાબના ફૂલોની રંગોળીઓ વચ્ચે આકર્ષક આકારવાળા મીણબત્તીઓ અને દીવડાઓ મૂકવામાં આવ્યા છે. વાતાવરણ અત્યંત આહલાદક બનવાનું બીજું સુંદર કારણ હતું ગુલાબ અને મોગરાની મહેક. પ્રવેશતાની સાથે જ વ્યક્તિ પોતાની બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય અને જાણે સ્વર્ગમાં આવ્યા હોય તેવો અનુભવ થાય તેવો સંપૂર્ણ