નક્ષત્ર (પ્રકરણ 30)

(247)
  • 4.9k
  • 7
  • 1.8k

અડધા કલાક પછી અમે જે તરફ શહેર નજીક પડે જંગલને એ છેડેથી બહાર આવ્યા.. રોડ પર આવી વિવેકે બે ત્રણ ઓટોને હાથ કર્યા. પહેલી બે ઓટોએ અમારા તરફ ધ્યાન ન આપ્યું, એ એમની સ્પીડે જ નીકળી ગઈ. ત્યારબાદ એક ઓટો ઉભી રહી એમાં બેસી અમે કોલેજ તરફ જવા લાગ્યા. મારા શ્વાસ ફુલાઈ ગયા હતા. છાતી જોરથી થડકવા લાગી હતી. પણ વિવેક જાણે દોડ્યો જ ન હોય તેમ સ્વસ્થ હતો. “તું સારો છે તો આ કદંબ જેવા જાદુગર સાથે કેમ કામ કરે છે.?” ઓટો કોલેજ તરફ રવાના થઇ એટલે મેં નિરાંતનો શ્વાસ લેતા કહ્યું. મને હજુ કઈ ખબર ન પડી કે