64 સમરહિલ - 35

(317.3k)
  • 13.1k
  • 12
  • 9.1k

'સ્કાલપેલ ઔર ફોર્સેપ નીકાલ...' તેમણે એઈડ કીટ ભણી આંગળી ચિંધીને જવાનને કહ્યું. 'જી સર...' 'અરે નિકાલ ના...' જવાન અવઢવમાં હતો પણ પરિહારના મગજમાં કંઈક જૂદું જ ધમસાણ મચ્યું હતું. 'માંસપેશીમાં સ્કાલપેલ ખોસીને કારતૂસને સ્હેજ ઊંચો કર અને ચિપિયાથી ખેંચી લે...' 'લેકિન સર, બહોત દર્દ હોગા...' પરિહારના આદેશ છતાં એ જવાન આ રીતે કારતૂસ ખેંચતા ખચકાતો હતો, 'ચોપર આતે હી આપ બિકાનેર...'