64 સમરહિલ - 34

(198)
  • 9k
  • 7
  • 6.3k

છેલ્લી ગોળી છૂટી ત્યારે ખુબરાની ઉજ્જડ, રતુમડી જમીન પર નમતી બપોરનો આછકલો તડકો પડછાયા લંબાવી રહ્યો હતો. સામેની દિશાએથી ફાયરિંગ બંધ થયા પછી ય કોઈ ચાન્સ લેવા ન માંગતા પરિહારે ત્રણ દિશાએથી ખુન્નસભેર બંદૂકો ધણધણાવી હતી. દરમિયાન ત્રણ રાઈડર્સને ટીંબાનો આંટો ફરીને ઊંચા ઢુવા પરથી હિલચાલ જોવા રવાના કરી દીધા હતા.