ટહુકો - 34

(29)
  • 7.3k
  • 5
  • 1.7k

વસંત હવે આવી રહી છે. જે મનુષ્ય વસંતની પ્રતીક્ષા કરે તે સાધુ પણ નથી હોતો અને અસાધુ પણ નથી હોતો. એ તો કેવળ મનુષ્ય હોય છે. શું મનુષ્ય હોવું એ જેવીતેવી સંપ્રાપ્તિ છે? સદીઓથી ઋતુરાજ વસંત સાથે શૃંગાર રસ જોડાતો રહ્યો છે. જે સમાજ શુષ્ક ધાર્મિકતાને પનારે પડે છે તેણે દંભ અને આતંકના પ્રહારો વેઠવા જ પડે છે. દંભ અને આતંકનો ખરો મર સ્ત્રીઓ પર પડે છે. માઓ ઝે ડોંગ કહેતો કે સ્ત્રીઓ અડધું આકાશ રોકે છે. શૂદ્રકના વિખ્યાત નાટક 'મૃચ્છકટિકમ્' ની નાયિકાનું નામ વસંતસેના હોય એ સામાન્ય વાત નથી. વસંતઋતુ ખરેખર તો દિવ્ય થનગનાટ ની ઋતુ છે.