ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 9

(172)
  • 11.1k
  • 15
  • 7k

“શરબતી શાહ?! આવું નામ મેં પહેલી વાર સાંભળ્યું. ગુજરાતનાં જ છો?” મેં સામે બેઠેલી યુવતીની સામે જોઇને પૂછ્યું. યુવતી કદાચ સમજી હશે કે નહીં, પણ જવાબ એની બાજુમાં બેઠેલા પતિએ આપ્યો. “હું ગુજરાતી છું શરબતી નોન-ગુજરાતી.” યુવાન ઉત્સાહી નીકળ્યો જે સવાલ મેં પૂછ્યો ન હતો એનો જવાબ પણ એણે આપી દીધો: “અમારા લવ-મેરેજ છે.”