આજે નિહાર અને કૃતિ નો હનીમુન નો છેલ્લો દિવસ છે. આજે રાત્રે બંનેને રાતની ફ્લાઈટ મા ઘરે જવા નીકળવાનુ હોય છે. નિહાર કૃતિ સાથેની એક એક પળ યાદગાર બનાવવા માગે છે. તે કૃતિ ને તેમના પાડેલા એક એક મેમોરેબલ ફોટોસ કેમેરામાં બતાવી રહ્યો છે. કૃતિ પણ નિહાર સાથે એક અનોખા બંધનમા બંધાઈ ગઈ છે પણ તેના મનમાં આજે સવારથી એક ભાર લાગી રહ્યો છે. કારણકે હવે ઘરે જઈને તેના પ્લાન ને અંજામ આપવાની તૈયારી કરવી પડશે. ઘરે તો તેના એ મમ્મીની એ સુચનાઓ મુજબ કામ કરવુ પડશે. પણ આ વખતે તો તે નિહારને દિલથી પોતાનો પતિ માની ચુકી છે. હવે