સ્વાર્થી સગપણ...

(30)
  • 2.4k
  • 2
  • 1.1k

બે ભાઈઓ ની એક બહેન એટલે લાડ કોડ થી ઉછેર , છોકરી હોવા છતાં ક્યારેય છોકરી છે તેવો અહેસાસ પણ નહીં, માતા પિતા એ પણ હંમેશા ત્રણેય ભાઈ બહેન ને સરખી જ સમજણ અને સરખું જ બધું આપેલ . દીક્ષા સૌથી નાની હતી બે ભાઈઓ પછી લગભગ પાંચેક વર્ષે જન્મેલ એટલે લાડલી હતી અને દીકરી એટલે તો વહાલ નો દરિયો એટલે બધાં એમજ હાથ ઉપર રાખતાં. હાથ મૂકે તે વસ્તુ હાજર, ક્યાંય પણ જવું હોય તો એક ભાઈ તો સેવા માં ખડે પગે હાજર હોય. જો કે દીક્ષા પણ સમજુ હતી ઘરની પરિસ્થતિ