રાહી અને શિવમ બંને કોફીશોપ પર જાય છે. ત્યાં બંને બેસી વાતો કરતાં હોય છે ત્યાં શિવમે રાહીને તેના જૂના બોયફ્રેંડ વિષે પૂછ્યું. “ તેનું નામ વંશ છે.” રાહી. “ તો તમારું બ્રેક –અપ થવાનું કારણ શું ? તારો તો સ્વભાવ પણ કેટલો સારો છે તો પણ એવું શું થયું કે તે તારા જોડે આ રીતે વ્યવહાર કરતો હતો.” શિવમ. “ અમારી કોઈ કહાની નથી. બસ એક સીધી વાત છે. હું એક મુક્ત વિચાર ધરાવતી છોકરી અને તે એક સંકુચિત વિચારધરણાં રાખતો જુનુની મગજનો છોકરો છે. બસ