નક્ષત્ર (પ્રકરણ 28)

(161)
  • 3.1k
  • 6
  • 1.5k

ભેડાઘાટ પરથી પસાર થતા વાદળોના પડછાયા અવાર નવાર બધાના ચહેરા પર અંધકાર ફેલાવીને ગાયબ થઈ જતા હતા. મારા જીવનમાં તો આમેય અંધકાર થઇ ગયો હતો એટલે ઉપરના વાદળો ખસે કે રહે એનાથી મને ખાસ કાઈ ફર્ક પડે તેમ ન હતો. આ ઘાટ વિશે મેં ઘણું સાંભળ્યું હતું. પપ્પા કહેતા કે આ જંગલ એવું છે કે અહીના કોઈ ઘાટ પર વોલ્ફ કે શિકારી કૂતરાઓનો કોઈ ડર નથી. આ જંગલ કોઈ પણ પ્રવાસી માટે સલામત છે પણ મને અહી ભેડીયાઓના પેક દેખાતા હતા. શિકારી આમતેમ ફરતા દેખાતા હતા મને અહી કોઈ સલામતી નહોતી દેખાઈ. કપિલને ફોન કરીને એ લોકો કઈક તૈયારી કરવા