ચિંતનની પળે - સીઝન - 3 - 32

(18)
  • 1.9k
  • 6
  • 528

જિંદગી સારી છે કે ખરાબ? ઉપાધી છે કે આનંદ? અજંપો છે કે ઉત્સાહ? રોકિંગ છે કે શોકિંગ? તમે તમારી જિંદગી વિશે શું માનો છો? કેવી જિંદગી હોય તો ગમે? દરેક વ્યક્તિના દિલમાં પોતાની જિંદગી વિશેની કલ્પનાઓ હોય છે. મનમાં જિંદગીની એક ફ્રેમ તો તૈયાર જ હોય છે, આપણે બસ એ ફ્રેમ માટે જિંદગીનું ચિત્ર બનાવવાનું હોય છે. ઘણી વખત આ ચિત્ર આપણી ધારણા મુજબનું નથી થતું ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. ચિત્રના રંગો આપણી મરજી મુજબના હોય તો આપણને બધુ સારું લાગવા માંડે છે. દરેક વખતે ચિત્ર આપણી મરજી મુજબનું થાય એ જરૂરી નથી.