64 સમરહિલ - 27

(189)
  • 8.6k
  • 7
  • 6.4k

ફાયરિંગને લીધે જમીનમાંથી મુરમના ગચ્ચા ફેંકાતા હતા અને બોદા અવાજ સાથે રેતીના ઢગલામાં પેસી જતી બુલેટના સનકારાથી વાતાવરણ ગાજી રહ્યું હતું. 'તારી ગન આપ...' છત્રીના ઓટલાને સમાંતરે જેમતેમ દોડીને ત્વરિતે છપ્પનને ઝકઝોર્યો. એકધારી ધણધણાટી વચ્ચે બેમાંથી કોઈને ઊંચું જોવાના ય હોશ ન હતા, 'તારી ગન આપ... હું આ લોકોને ખાળું છું...' છપ્પને લંબાવેલી ગન પર ઝાપટ મારીને ત્વરિતે કહ્યું,