ટહુકો - 29

  • 5.3k
  • 3
  • 1.2k

ભગવાનને કયો માણસ વધારે વહાલો હોય છે ? જવાબ સાવ વિચિત્ર છે. ભગવાનને વહાલા માણસને લોકો ‘ઈડિયટ’ કહે છે. એ એક એવો માણસ છે, જે વિચિત્ર જણાય છે. એ વિચિત્ર જણાય છે, કારણ કે બધા લોકો વિચારે તેના કરતાં સાવ જુદું વિચારવાની કુટેવનો માલિક હોવાને કારણે લોકો એની નિંદા કરે છે. જૂનાગઢમાં જન્મેલો ભક્ત નરસૈંયો આપણી ગુજરાતી ભાષાનો આદિકવિ જ નહીં ‘આદિ ઈડિયટ’ હતો. સૂફી વિચારધારાના વિખ્યાત આલિમ ઈદ્રિસ શાહના એક પુસ્તકનું મથાળું છે : ‘Wisdom of the Idiots’ પુસ્તક વાંચીએ ત્યારે સમજાય કે ‘ઈડિયટ’ બનવાનું સૌના નસીબમાં નથી હોતું. જગતના લગભગ બધા જ ઈડિયટ્સ માતૃભાષાના માધ્યમમાં ભણ્યા હતા.