નક્ષત્ર (પ્રકરણ 23)

(148)
  • 3.6k
  • 6
  • 1.7k

કપિલથી છુટા પડી હું ઘરે ગઈ. મમ્મી પપ્પા હજુ આવ્યા નહોતા. મેં હાથ મો ધોઈ પિંક ટી-શર્ટ અને લૂઝ નાઈટી પહેરી. એ મારા ફેવરીટ હતા. ઘરમાં હું હમેશા લુઝ કપડા પહેરાવાનુ જ પસંદ કરતી. ઘરે આવ્યા પછી જરા ભૂખ જેવું લાગ્યું કેમકે રોજની આદત હતી. રોજ મમ્મી મારા માટે નાસ્તો બનાવીને રાખતી પણ એ દિવસે મમ્મી હાજર ન હતી એટલે જાતે જ નાસ્તો બનાવ્યો. જાતે નાસ્તો બનાવવાનો હોય ત્યારે હું મેગી બનાવતી. એમાં ખાસ સમય ન થાય અને આવડતની પણ જરૂર નહી. હું મોટાભાગે હોસ્ટેલમાં જ રહી હતી. મને કિચન કામનો અનુભવ નહિ. મને રસોઈ કામમાં કંટાળો આવતો. પ્રમાણીકતાથી કહું