નક્ષત્ર (પ્રકરણ 21)

(151)
  • 4.2k
  • 9
  • 1.7k

“હાય.” હું માંડ ઉભા થઇ કેફેટેરીયાનું ટેબલ છોડવા જતી હતી ત્યારે જ મને કિંજલનો અવાજ સંભાળ્યો. એનું હાય પણ આજે ફિક્કું હતું. કદાચ એ પણ અશ્વિની અને રોહિત સાથે જે થયું એ જાણતી હતી. “હાય.....” મેં ફિક્કા અવાજે કહ્યું અને ફરી ખુરશી પર બેસી ગઈ. કિંજલ મારી સામેની ખુરસી પર ગોઠવાઈ, જયાં થોડીકવાર પહેલા દાસકાકા બેઠા હતા. તેણીએ પેન્સિલ નેરો જીન્સ અને પર્પલ ટોપ પહેરેલ હતું. એને જોતા ફરી મને અશ્વિની યાદ આવી. જયારે એ મને પહેલીવાર મળી ત્યારે એ પણ પર્પલ ટોપમાં હતી. કેટલી સારી હતી બિચારી? કાશ! એને કઈ ન થયું હોત. કાશ! એ પણ મારી ફ્રેન્ડ બની