64 સમરહિલ - 25

(214)
  • 8.7k
  • 12
  • 6.6k

ત્વરિતને સમજતા વાર ન લાગી. ભોંયરાની બાંધણી અને પ્રકાર જોતાં આ જગ્યા નાંખી દેતાં ય એક હજાર વર્ષ પૂરાણી હોવી જોઈએ. બીજા કોઈ યાત્રાળુ અંદર આવે એ પહેલાં તેણે ઝડપભેર ભોંયરાનો ખૂણે-ખૂણો ટોર્ચના ઉજાસ વડે ફંફોસી નાંખ્યો. ડાબી તરફની સદીઓ જૂની દિવાલના પથ્થરો વચ્ચે ત્રણ મૂર્તિ સ્થાપિત કરેલી હતી. મૂર્તિ પર શેરડો ફેંકીને ત્વરિત ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. ચહેરાના ભાગમાં સમયની થપાટે પાડી દીધેલું ખવાણ મૂર્તિને વધુ ભયાનક બનાવતું હતું. પથ્થરમાંથી કોરેલી એ મૂર્તિ, મૂર્તિના ગળામાં નરમુંડની માળા, સાથળ પર ટેકવેલા જમણા હાથમાં લટકતું અસુરનું મસ્તક અને ઢીંચણથી ય છેક નીચે સુધી લબડતો ડાબો હાથ.