નક્ષત્ર (પ્રકરણ 20)

(169)
  • 4.3k
  • 12
  • 1.8k

“કપિલ, તું મને આમ જોઈ કેમ રહ્યો છે? મને જવાબ કેમ નથી આપતો?” મારા પ્રશ્નથી તે મેં ધાર્યા કરતા પણ વધુ સ્તબ્ધ બની ગયો હતો. એ ચુપ હતો. અમે એકબીજાને જોઈ રહ્યા. જંગલ પરના કાળા વાદળો વધુ કાળા થઈ ગયા. સુકી હવામાં એકદમ નમી ફેલાઈ ગઈ. “આ બધું તારે જાણવું ન જોઈએ, તારે આ બધાથી દુર રહેવું જોઈએ.” એણે ફરી એ જ કહ્યું. એ કાર તરફ જવા લાગ્યો અને હું તેને અનુસરવા લાગી. “પણ કેમ?” હું ચિલ્લાવા લાગી, “હું જાણવા માંગું છું. અશ્વિની મારી પણ દોસ્ત હતી. હું તને પ્રેમ કરું છું. આપણે એકબીજાની વાત જાણવી જોઈએ.” “આ બધું તારી