ટહુકો - 24

(12)
  • 3.8k
  • 662

ચોમાસામાં કાદવિયા રસ્તા ગરોળીના પેટ જેવા સુંવાળા બની જાય છે. સુંવાળપ આમે ભારે લપસણી હોય છે. વિજ્ઞાનમાં ઘર્ષણના નિયમો શોધાયા તેમાં લપસણા કાદવનો ફાળો રહેલો છે. આપણા રાજકારણીઓ ઘર્ષણમાં માને છે, પરંતુ તેઓ ઘર્ષણના નિયમો ભાગ્યે જ પાળે છે. એ લોકો વારંવાર લપસી પડે છે તેનું આ જ રહસ્ય છે. લપસી પડ્યા પછી લોકો તરત ઊભા થઈને ચાલવા માંડે છે, જાણે કશું બન્યું જ નથી. ક્યારેક એમનાં વસ્ત્રોને વળગેલા કાદવ અંગે કમિશનો નિમાય છે. કમિશનો એક જ કામ કરે છે, વસ્ત્રોને જે કાદવ વળગ્યો છે તે કેટલો સાચકલો (genuinc) છે તેની ચકાસણી કર્યા પછી એક રિપોર્ટ રજૂ થાય છે. સુકાઈ ગયેલો કાદવ વસ્ત્રો પરથી કાળક્રમે ખરી પડે છે