વીર વત્સલા - 23

(125)
  • 5.1k
  • 8
  • 1.7k

વત્સલા અને વીરસિંહ સામસામે ઊભાં હતાં. વત્સલાના હાથમાં પકડેલી કટારી વીરસિંહની છાતીમાં ખૂંપી રહી હતી. એ ભૂલીને વીરસિંહ બાળકનો કબજો લેવા તસુભર આગળ વધી રહ્યો હતો. ચંદનસિંહે ગર્જના કરી એટલે બન્ને અટક્યાં. હતપ્રભ થઈ ગયેલા માણેકબાપાએ બેની વચ્ચેથી અભયને ઉઠાવી ખોળામાં લઈ લીધો. અત્યાર સુધી એ એમ માનતા હતા કે વત્સલાએ અભયનો રસ્તો કરી વીરસિંહને સ્વીકારવો જોઈએ. કયો બાપ એમ ઈચ્છે કે દીકરી સંસાર માંડવાને બદલે એક અનાથ બાળકને ઉછેરવા પાછળ પોતાનો ભવ બલિએ ચડાવી દે?