ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 20

(15)
  • 3k
  • 4
  • 739

“તો પછી, લેફ્ટનન્ટ, અને આપણા અવાજો?” “સાહેબ, મને લાગે છે કે ઓપરેશન તેના અંત તરફ છે,” લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડે જવાબ આપ્યો. “પરંતુ, એવું કોણે વિચાર્યું હતું કે દરિયાકિનારાની સાવ નજીક આટલી ઊંડાઈ મળશે અને અમેરિકન સમુદ્રી કિનારાથી માત્ર બસ્સો માઈલ જ દુર?” “ચોક્કસ બ્રોન્સફિલ્ડ, અત્યારે ખૂબ મોટી ઓટ ચાલે છે, “કેપ્ટન બ્લોમ્સબેરીએ કયું, “આ એ જગ્યા છે જ્યાં સબમરીન વેલી હમબોલ્ડના પ્રવાહમાં ભળી જાય છે જે અમેરિકાના દરિયા કિનારાને છેક મેગેલેનની ભૂશિર સુધી લઇ જાય છે.”