નક્ષત્ર (પ્રકરણ 16)

(165)
  • 4.3k
  • 12
  • 1.7k

હું એકદમ પલળી ગયેલી હતી. વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. આકાશમાં જાણે કોઈ અલગ જ તુફાન ઉઠ્યું હતું. નાગપુરમાં વરસાદ અનિયમિત અને અનિશ્ચિત હતો પણ એવું તુફાન અને એવો વરસાદ મેં પહેલા ક્યારેય જોયો નહોતો. આકાશમાં જાણે વાદળા નહિ પણ તોફાન પોતે જ એકઠું થઇ રહ્યું હતું. હું ક્યાં હતી એનો મને કોઈ અંદાજ નહોતો. મને આઠ દશ ફૂટ કરતા આગળનું કઈ જ દેખાતું નહોતું કેમકે વરસાદના લીધે બધું બ્લર થઇ ગયું હતું. એકાએક કાળા આકાશ પર ગુસ્સે હોય એમ વીજળી આખા આકાશને બે ભાગમાં ચીરી નાખતી દોડી. ઇન્દ્રે જાણે આકાશમાં પોતાનું વજ્ર ભોકી નાખ્યું હોય એવો આકાશના દર્દભર્યા ચિત્કાર