ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 19

(14)
  • 3.1k
  • 7
  • 774

થોડો સમય બાર્બીકેન અને તેમના મિત્રો શાંત રહ્યા અને જે વિશ્વથી તેઓ દૂર જઈ રહ્યા હતા તેને દુઃખ સાથે જોઈ રહ્યા હતા, એજ રીતે જે રીતે મોઝેઝે કેનનની દુનિયા જોઈ હતી એ રીતે કે તેઓ આ જગ્યાએ ફરીથી ક્યારેય પરત આવવાના નથી. ચન્દ્રના સંદર્ભમાં ગોળાની પરિસ્થિતિ બદલાઈ હતી અને તેનું તળિયું હવે પૃથ્વી તરફ થઇ ગયું હતું. આ બદલાવને બાર્બીકેને સ્પષ્ટ કર્યો અને તેને લીધે તેમને આશ્ચર્ય પણ થયું. જો ગોળાને ચન્દ્રના કેન્દ્ર તરફ લંબગોળ ભ્રમણકક્ષામાં ઝૂકવાનું હતું તો પછી તેનો સહુથી ભારે ભાગ તેની તરફ કેમ ન ફર્યો, જ્યારે ચન્દ્ર પૃથ્વી તરફ ફર્યો? આ એક મુશ્કેલભર્યો સવાલ હતો.