64 સમરહિલ - 16

(229)
  • 10.8k
  • 16
  • 7.5k

'ઝુઝારસિંઘ મલ્હાન' નંબર પ્લેટની જગ્યાએ જડેલા તેના નામના પાટિયાના સ્ક્રુ કાઢી રહેલા નોકરને તે જોઈ રહ્યો. 'કૌન સા નંબર લગાઉં, હુકુમ?' નંબર પ્લેટનો થપ્પો હાથમાં લઈને નોકરે પૂછ્યું. 'હમ્મ્મ્...' પોમેડ ચોપડેલી કાળી ભમ્મર, ઘાટીલી અને ભરાવદાર મૂછો પર તેણે હળવો હાથ પસવાર્યો અને બેપરવાઈથી કહી દીધું, 'કોઈ ભી લગા લે ના... ક્યા ફરક પડતા હૈ...' એ જે કામ પર જઈ રહ્યો હતો ત્યાં તેને પોતાનું નામ જાહેર કરવાનું ન હતું એટલાં પૂરતો જ નંબર પ્લેટનો તેને ખપ હતો.