કપિલ ચાલ્યો ગયો એણે મારા તરફ જોયું પણ નહી. મેં આંસુઓને રોકવાની હજાર કોશિશ કરી પણ વ્યર્થ. એ હજાર સપનાને હજાર આશાઓ તુટવાના દુ:ખ સામે મારી કોશીશોનું શું ગજું? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જાણે કોઈ બાળકે જીદ કરી હોય અને એ વસ્તુ એને ન મળતા એ રડે એમ હું રડી. જાણે કોઈએ વર્ષોથી સાચવેલ એની અમુલ્ય વસ્તુ ખોવાઈ જાય અને એ રડે એમ હું રડી રહી હતી. મારા આંસુઓ પર મારો કોઈ કાબુ ન હતો. ચોમાસામાં ધસમસતી નદીના પુરની જેમ એ વહી જતા હતા. “નયના.” મને અવાજ સંભળાયો, એ કિંજલ હતી, હું એને ભેટી પડી. લગભગ દસેક મિનીટ એણીએ