હું રાહી તું રાહ મારી..- 5

(64)
  • 5k
  • 4
  • 3k

          રાહી  મુંબઈથી  આવ્યા  પછી  પોતાના  પ્રોજેકટ  પર  કામ  કરી  રહી  હતી. ત્યાં  તેના  સૌથી   ખાસ  મિત્ર  ખંજનનો  ફોન  આવ્યો. ખંજને  રાહી  સાથે  થોડી  કામની  વાતો  કરી  બાદમાં  રાહી  તેને  પોતાની  મુંબઈની  ટ્રિપમાં  બનેલી  ઘટના  વિષે  અને  શિવમ  વિષે  વાત  કરે  છે. ત્યાં  જ  રાહીના  મમ્મી  તેને  જમવા  માટે  બોલાવે  છે. આથી  રાહી  ખંજન  સાથે  વાત  પૂર્ણ  કરી  જમવા  માટે  જાય  છે.             રાહીના  મમ્મી  જમવાની  તૈયારી  કરતાં  હોય  છે  ત્યાં  તેના  પપ્પા  ઓફિસેથી  આવી  જાય  છે. રાહીના  પપ્પા  જયેશભાઇ  એક  વકીલ  હોય  છે  અને  તેના  મમ્મી  વીણાબહેન  એક  ટીચર  હોય  છે.