નક્ષત્ર (પ્રકરણ 13)

(169)
  • 3.9k
  • 7
  • 1.7k

“નયના...” મને એક મજબુત અવાજ સંભળાયો જે પાતાળમાં વહેતા ઝરણા જેવો હતો અને મેં મારી જાતને મજબુત હાથમાં અનુભવી. કપિલે મને બીજીવાર ગ્રાઉન્ડ સાથે હિટ થતા બચાવી હતી. “શું થયું?” એ અવાજ કિંજલનો હતો. એના અવાજમાં ફિકર હતી, “નયનાને શું થયું?” “લાગે એ ચક્કર આવી પડી ગઈ છે.” કદાચ એ રોહિતનો અવાજ હતો. “નયના..” હવે કપિલનો અવાજ સંભળાયો, “તું મને સાંભળી શકે છે?” “ના..” હું ગણગણી, “ગો અવે.” હું એના પર ગુસ્સે હતી. હું આર્ટસ સ્ટુડન્ટ હતી. ઈંગ્લીશ લિટરેચર મારા પ્રથમ યરના સિલેબસથી જ ભણવા માંડી હતી. મારા સીલેબસે જ મને શીખવાડ્યું હતું કે ઇફ યુ લવ સમવન, સેટ ધેમ