બળવાખોરોની માહિતી મેળવી વીરસિંહ પરત થયો. બીજા દિવસે સવારે એ ચંદનસિંહને મળ્યો. બન્ને ઘોડો લઈ નીકળ્યા. વીરસિંહ અને ચંદનસિંહ રવાલ ચાલે ઘોડા ચલાવતાં, વાત કરતાં કરતાં શિવમંદિર તરફ જઈ રહ્યા હતા. ગઈકાલે વીરસિંહની પ્રેમિકા સાથેની પહેલી મુલાકાત ઉતાવળે પતી, એટલે આજે એણે નિરાંતે વાત કરવી હતી. ત્યાંના યુદ્ધની ઘણીબધી વાતો કરવી હતી. અને અહીં એમને પડેલી તકલીફોની વાત જાણવી હતી.