સફરમાં મળેલ હમસફરભાગ-36લેખક-મેર મેહુલ રુદ્ર શુભમને શરૂઆતથી બનતી ઘટનાઓ કોઈ ફિલ્મની સ્ક્રીપ્ટ જેમ કહી સંભળાવે છે.જેમાં કચોટીયા ગામમાં આવવાથી માંડીને તળશીભાઈનું વર્તન,હવેલીની રૂઢિચુસ્તતા,ગામમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને એ અંધશ્રદ્ધાને વેગ આપતાં તળશીભાઈની વાતો હોય છે.તળશીભાઈ કેવી રીતે રુદ્રને ગુમરાહ કરવા માટે ખજાનાની ખોટી માહિતી બનાવી શકે એ રુદ્રએ શુભમને જણાવ્યું.ત્યારબાદ નાઈટ વિઝન કેમેરાનો ઉપયોગ કરી કેવી રીતે તળશીભાઈનો પર્દાફાશ થશે એ યોજના રુદ્રએ કહી.હવે આગળ...:: પછીના દિવસની સવાર :: હવેલીમાં મહેમાનોની અવરજવર વધતી જતી હતી.આવતાં મહેમાનોને તળશીભાઈ દ્વારા મીઠો આવકરો આપવામાં આવતો હતો. વેલકમ ડ્રિન્ક બાદ મહેમાનો માટે જે જુદાં જુદાં ઓરડાઓની વ્યવસ્થા કરી હતી