વીર વત્સલા - 16

(60)
  • 3.9k
  • 13
  • 1.6k

વીણા અને વત્સલા બન્ને પ્રેમિકાઓ આજે પોતપોતાના પ્રેમીઓને મળી ચૂકી હતી. ઉત્સાહ અને આનંદથી ઘેલી થયેલી વીણા એકધારી પોતાની કથા સંભળાવી રહી હતી. વત્સલા બન્ને કાન દઈ ધ્યાનથી સાંભળી રહી હતી. એક કાનને વીણા-ચંદનસિંહના પ્રેમપ્રસંગની જિજ્ઞાસા હતી, પણ બીજો કાન એ વાત પર ચોંટેલો હતો કે વીણાએ અભયની બાબતે ચંદનસિંહને શું કહ્યું? કેમ કે, સાંજ સુધી બન્ને મિત્રોની મુલાકાત નક્કી હતી.