નક્ષત્ર (પ્રકરણ 11)

(165)
  • 4.5k
  • 13
  • 1.8k

દવાખાનેથી ઘરે આવી એ દિવસે સાંજ સુધીમાં હું પહેલા જેવી થઇ ગઈ હતી પણ મમ્મીનું માનવું હતું કે ગમે તેમ તોયે સાપ કરડ્યો છે આરામ તો કરવો જ પડે એટલે મારે મારી મરજી વિરુદ્ધ પણ ઘરમાં પુરાઈ રહેવું પડ્યું. મારા રૂમમાં કમ્પ્લીટ બેડ રેસ્ટ દરમિયાન મારી પાસે કોઈ જ કામ ન હતું. બસ આખો દિવસ પથારીમાં સુઈ રહેવાનું. હું કપિલ કેમ છે એ જાણવા એના ઘરે જવા ઇચ્છતી હતી પણ મમ્મીએ કમ્પ્લીટ બેડ રેસ્ટ માટે દબાણ કર્યું હતું. એ મને બહાર તો શું મારા ઘર પાછળના બગીચામાં પણ જવા દે એમ નહોતી. એ સાંજે જમવાની ડીશ પણ મમ્મી મને બેડ