નક્ષત્ર (પ્રકરણ 9)

(170)
  • 3.9k
  • 12
  • 1.8k

એમ આઈ ડેડ? શું હું ગુજરી ગઈ છું? આઈ એક્ચ્યુલી હેવ ટુ આસ્ક માયસેલ્ફ. શું હું મરી ગઈ હોઈશ? પહેલી નજરે તો મને એમ જ લાગ્યું. ઓબવીયસલી આઈ વોઝ ડેડ. શું હું ફરી કલ્પના કરવા લાગી હોઈશ? હું કોઈ સપનું જોઈ રહી હતી? અને પછી મેં જાણ્યું કે હું મરી નહોતી કારણ કે મને મારા દેવતાનો અવાજ સંભળાયો, એ મારું નામ લઇ રહ્યો હતો, એ મને સજીવન થવા પોકારી રહ્યો હતો. “ઓહ! નો. અનન્યા, નો.” એના અવાજમાં દુખની ગહેરી અસર હતી. પણ મારા મનમાં કોઈ અલગ જ અવાજ સંભળાતો હતો. મારું મન મને કહી રહ્યું હતું કે તું મારવાની છો.