64 સમરહિલ - 13

(170.4k)
  • 13.1k
  • 9
  • 9.8k

ફરીથી ધાબા પર સ્તબ્ધતા છવાઈ ગઈ. પ્લેટ વીછળતો છોકરો ફરીથી ચોંકીને થંભી ગયો. ખાટલા પર પલાંઠી વાળીને જમી રહેલા આદમીઓના હાથમાં ફરીથી રોટલાનું બટકું અટકી ગયું. દેહાતીઓની ઉલટતપાસ કરી રહેલો કેકવો ફરીથી અવાજની દિશામાં દોટ મૂકવા જતો હતો ત્યાં ત્વરિત તેને દેખાયો. 'વો લૌંડિયા આઈ થી કહાં સે?' તેણે હાંફતી છાતીએ કેકવાને પૂછી નાંખ્યું.