ગેમલ યમ બનીને વીરસિંહની નજીક આવે એ પહેલા પાછળથી એક હાથ લંબાયો. ગેમલ અટકી ગયો. વીરસિંહે પાછળ જોયું. લંબાયેલા હાથવાળી વ્યક્તિ અપરિચિત હતી. ભોંયભેગા થયેલા વીરસિંહની મદદે આવેલો હાથ શિયાળવાના શિકારે નીકળેલા સરદારસિંહનો હતો. મરણિયા થયેલા ગેમલે પંદર હાથ દૂરથી કહ્યું, “આ મારો શિકાર છે! એને છોડી દે!” સરદારસિંહના સાથીઓમાંથી કોઈએ ગેમલને ઓળખ્યો. એના માથા સાટે તો ઈનામ હતું! સરદારસિંહે ગોળીઓની બૌછાર કરી દીધી.