પ્રેમની વસંત બારેમાસ - લેખ - 5

  • 1.8k
  • 2
  • 739

રાહ વીજળીના કડાકાઓ સાથે ધડબડાટ મેહુલિયાની જોવાતી ને કોપાયમાન પ્રિયતમા વરસી પડી કોલમ- પ્રેમની વસંત બારેમાસ લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)મો.નંબર-9824856247       સૂર્યોદય થવાની તૈયારી છે અને ગામડામાં લોકો વહેલા ઉઠી ગયા છે. ગ્રામીણ જીવન શૈલીથી જીવન જીવતા એક પરિવારનુ ગામના છેવાડે એટલેકે ખેતરમાં ઘર આવેલું છે. ઘરના આંગણામાં ગાય ભેંસ સહિતના પશુઓની જોવા મળી રહ્યા છે. પરિવારની મહિલાઓ વહેલી સવારથી ગૌ સેવામાં લાગી ગયા છે અને પુરુષો ખેતીના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. ઘરના વડીલ દાદીમાં સવારના સમયે બાલ ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છે અને દાદીમા પ્રભાતિયા ગાઇ રહ્યા છે. ઘરનું વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું છે આવો જ