પહેલો પ્રેમ

(36)
  • 3.4k
  • 6
  • 891

         આખરે એ દિવસ આવી ગયો , જ્યારે માહી અમદાવાદ થી કચ્છ આવી રહી હતી. પોતાના ભૂતકાળ ને ગોતવા. ત્યાં પોતાની બાળપણ ની યાદો , યુવાનીનો એ ઉમળકો બધું અહીં કચ્છના અંજાર ના એક નાનકડા ગામમાં થયો હતો. તે ભલે એક નાનું ગામડું હોય પણ તે શહેર થી કંઇ ઓછું ન હતું.       પોતાના પહેલી નજર ના પ્યાર જોડે લગ્ન કરી ને માહી અમદાવાદ જતી રહી હતી. લગ્ન પછી  પહેલી વાર માહી પોતાના પિયરમાં એકલી જઈ રહી હતી. આર્યન આજ માહી જોડે ન હતો. જોકે લગ્નના 6 મહિના પછી આર્યન ક્યારે માહી જોડે બહાર ગયો જ નહિ.