યજ્ઞ

(11)
  • 5.7k
  • 2
  • 1k

 યજ્ઞ..............વાર્તા.........  દિનેશ પરમાર  “ નજર “આખોય દરિયો ફીણમાં પલટી નાખવા ,સાબુ ની ગોટી એકલી  મેદાને પડી ગઇ .                                -અસરફ ડબાવાલા____________ ______________________    અમદાવાદ થી મહેસાણા તરફ જતા ,કલોલ નંદાસણ રોડ  પર , હોટેલ ગંગોત્રી પેલેસ સામે આવેલ છત્રાલ જીઆઇડીસી માં સ્ટેનલેસ સ્ટીલ ના વાસણો બનાવવાની ફેક્ટરી ધરાવતા રસિકલાલ શેઠની , સીજી રોડ પર  ગિરીશ કોલ્ડ ડ્રીંક ચાર રસ્તા સામે શિવ નંદન કોમ્પ્લેક્સ ના બીજા માળે આવેલ ઓફિસમાં વર્ષોથી નોકરી કરતા સવાઇલાલ આજે ઉચાટમાં હતા.