નક્ષત્ર (પ્રકરણ 5)

(181)
  • 5.3k
  • 6
  • 2.2k

હું નક્ષત્ર વિશેના બધા પ્રશ્નોને મારા મનમાંથી બહાર કાઢી લેવા ‘કેન સમટાઈમ બી મેજિક બટ મેજિક કેન સમ ટાઈમ જસ્ટ બી એન ઈલ્યુંસન’ ક્વોટને વાગોળતી મારા કલાસમાં દાખલ થઇ. કલાસમાં પ્રવેશતા જ મેં કેટલીયે આંખોને મારા તરફ ફેરવાતી જોઈ. બસ આ જ મારી કમજોરી હતી. કોઈ મારી તરફ ધારીને જુવે એટલે મને ગભરાહટ થવા લાગતી. મને જરાક ડર લાગવા માંડતો. એમાય મારો સ્વભાવ શરમાળ હતો એટલે હું એ બધાની નજરથી બચવા કલાર્ક મેમે આપેલા નિયમોના સૂચિપત્રને જોતી રહી. કાર્ડ તરફ જોવાનો ડોળ કરતા મેં મારી આંખના ખૂણેથી કલાસ પર નજર ફેરવી. કલાસમાં બધા રેન્ડમલી બેઠા હતા. છોકરા છોકરીઓ અલગ અલગ