નક્ષત્ર (પ્રકરણ 4)

(182)
  • 5k
  • 16
  • 2.3k

અંતે એ દિવસ આવી ગયો. એન્ડ ધ મોસ્ટ અવેઈટેડ ડે કેમ! જેને હું સારો અને ખરાબ એમ બંને તરીકે નોધી શકું - સારો દિવસ એટલા માટે કે એ દિવસે મારી કપિલથી મુલાકાત થઇ અને ખરાબ દિવસ એ માટે કે એ મારો કોલેજનો પહેલો દિવસ હતો અને પહેલા જ દિવસે મારા અને કપિલ વચ્ચે અણબન થઇ હતી. એ દિવસે પણ હું એ જ સપનું જોઇને ઉઠી હતી. એ જ હાથને મેં મારી કમર ફરતે વિટળાતા જોયો હતો અને એ જ હોઠોના ચુબન મેળવીને મારા ગાલે લાલી મેળવી હતી. પણ બધુ જ સ્વપ્નમાં. એ કયારે હકીકત બનશે એ વિચારો સાથે હું બેડમાંથી