ટાઈમપાસ - ૧૩

(42)
  • 3.8k
  • 13
  • 1.6k

                          ચાર વર્ષ પહેલા.મને હજુ પણ યાદ છે. હું મારો સમાન પેક કરતા ખૂબ જ રડી હતી. મને જવું પડે એમ હતું. હું રવિને બધું જ કહેવા માંગતી હતી, પણ રવિબાબુના તો  મારાથી ત્રણ-ત્રણ દિવસના અબોલા હતા. મારા ફોન મેસેજ નો કોઈ જ જવાબ નોહતો આપ્યો! તેમ છતાં હું રવિને મળવા તેના રૂમ સુધી આવી હતી. પણ મારી હિંમત ન થઈ કે હું તેને મળી શકું! તે દિવસે ધોધમાર વરસાદ હતો. શહેરને પણ મારા જવા સાથે અણગમો હતો. મને તે બધું જ યાદ આવી રહ્યું હતું. તે આંખો