નક્ષત્ર (પ્રકરણ 3)

(174)
  • 5k
  • 8
  • 3.2k

અમે એસન્ટમાંથી ઉતર્યા અને ઘર તરફ જવા લાગ્યા. ઘર હજુ એજ હાલતમાં હતું જે હાલતમાં પપ્પાએ ખરીદ્યું હતું. એના મૂળ માલિકે કરાવેલ આછો ગુલાબી રંગ દીવાલોને સુંદર બનાવી રહ્યો હતો. કયારેક તો મને થતું એ રંગ હજુ સુધી કઈ રીતે ટકી રહ્યો હશે? કદાચ તડકામાં રહીને આટલા વર્ષે એ આછો પડી ગયો હશે કે મૂળ માલીકને આછો રંગ પસંદ હશે એટલે તેણે એવો રંગ જ કરાવ્યો હશે? જે હોય તે પણ અમારે ફરી રંગ માટે ખર્ચ કરવાની જરૂર નહોતી પડી. પપ્પાની સેલેરી અને એમની બ્રાઇબ ન લેવાની આદત જોતા એ કલર અમારા માટે વરદાન હતો. એ વોટરપ્રૂફ કલર હતો એટલે