રાહી ટ્રેનમાં સફર કરી રહી હતી. તે ઊંઘવાની કોશિશ કરી રહી હતી પણ તેની સામે વારંવાર થોડીવાર પહેલા મળેલા યુવકનો ચહેરો સામે આવી રહ્યો હતો. રાહી તે યુવકની સ્થિતિ જોઈ પોતાના ભૂતકાળમાં જે બન્યું હતું તેના વિષે વિચારી રહી હતી. વિચારમાં ને વિચારમાં તેને ઊંઘ ક્યારે આવી ગઈ તેની તેને પણ ખબર ન રહી. ત્યાં જ અચાનક કોઈએ તેને બોલાવતા તે સફાળી બેઠી થઈ ગઈ. રાહીએ જોયું તો ટિકિટ ચેક કરવા માટે ટિકિટ ચેકર આવ્યા હતા. “ મેડમ તમારી ટિકિટ બતાવજો .” ટિકિટ ચેકરે રાહીને નમ્રતાપૂર્વક કહ્યું. રાહીએ તેમની સામે જોયા વગર