વીર વત્સલા - 7

(50.3k)
  • 4.1k
  • 10
  • 2.5k

સરદારસિંહે હુકમસિંહ સાથે આવીને માણેકબાપુની મઢૂલી પર ઉધમ મચાવ્યો હતો. આટલા ઉત્પાત પછી વત્સલા બહાર ન આવી એટલે માણેકબાપુને થયું કે મઢૂલીમાં કોઈ નથી. માણેકબાપુએ તોય મઢૂલીને બહારથી આગળો માર્યો, જેથી બહાર કરી એવી તોડફોડ, સરદારસિંહ અંદર ન કરે! જે ખોરડાંને સજાવતાં પંદર દિવસ થયા એને વિખેરવા દોઢ મિનિટ બહુ હતી. દિલીપસિંહ અને તેજલબાની શોધમાં નીકળેલો સરદારસિંહ હવે રઘવાયો થયો હતો. કેમ કે સફળતા હાથવગી હોય અને હાથતાળી આપી જાય, એ એને મંજૂર નહોતું.