નક્ષત્ર (પ્રકરણ 2)

(203)
  • 7k
  • 12
  • 4.4k

અમે નાગપુર સ્ટેશને ઉતર્યા ત્યારે પણ મારા મનમાં એ જ દિવસે જોયેલું સપનું રમતું હતું. હું મારા પ્રેમની શોધમાં નીકળી હતી પણ મારા મનમાં સેક્સ પિયરનું એક વાક્ય હથોડાની જેમ ઝીકાતું હતું - ધ કોર્સ ઓફ ટ્રુ લવ નેવર ડીડ રન સ્મૂથ. હું જાણતી હતી મારી આ પ્રેમની શોધ સહેલી નથી. સપના જેમ જ એ ડરાવણી અને ભેદી હશે પણ હું દરેક જોખમ લેવા તૈયાર હતી. નાગપુર સ્ટેશન પર હજુ કઈ બદલાયું ન હતું. સ્ટેશનને ઘેરીને ગોઠવાયેલી જૂની પુરાણી દુકાનો, પાનના ગલ્લા, હું નાની હતી ત્યારે સાંભળવા મળતી એવી જ ફેરિયાઓની બુમો અને એના એ જ હમાલોની દોડધામ, બસ એ