બુધવારની બપોરે - 3

(61)
  • 5k
  • 3
  • 3.3k

સમય હશે સાંજે ચાર-પાંચ વાગ્યાનો. હું ડ્રૉઇંગ-રૂમમાં બેઠો બેઠો કાંઇ કરતો નહતો. મને કાંઇ ન કરવું ખૂબ ગમે. એ મારી હૉબી પણ છે. છતાં ય, નવરા બેઠા કંઇક કરવું જોઇએ, એવું મોટા ચિંતકો કહી ગયા છે, એ ધોરણે મને બહુ અઘરૂં પડે, એ ‘વિચારવાનું’ શરૂ કર્યું. દીવાલો ઉપર વૉલ-પૅપર નંખાવવા જોઇએ કે આખી દીવાલ નવી નંખાવવી જોઇએ, એ સવાલનો જવાબ શોધવા હું દીવાલની સપાટી, ખૂણા, કલર અને આકાર ચિંતનપૂર્વક જોતો હતો.