ટહુકો - 3

(62)
  • 7.3k
  • 3.8k

મિત્રના વિયોગે ઝુરવાનું સૌના નસીબમાં નથી હોતું. મૈત્રી જેવી પવિત્ર ઘટના પર મજબૂરીનો સમાં લાદવામાં આવે ત્યારે ' હરિનાં લોચનિયાં ' જરૂર ભીના થયા હશે. મૈત્રી કોને કહે તે સગી આંખે નિરખવાનું મન થાય તો ' ફોરેસ્ટ ગમ્પ ' ફિલ્મ અચૂક જોવી. લોસ એન્જલસમાં એ ફિલ્મ જોયા પછી પાસે બેઠેલા મિત્ર વલ્લભભાઈ ભક્તને મે કહેલું: ' શ્રીમદ્ ભાગવતનો દસમ સ્કંધ માણ્યો હોય એવું લાગે છે. ' પ્લાસ્ટિકના પુષ્પ પર પતંગિયું બેસે ખરું? કદાચ બેસે, તો એ પતંગિયું પણ પ્લાસ્ટિકનું નહિ હોય? માનવીની પ્રાથમિક જરૂરિયાતની યાદી બનાવવામાં આવે