મંગુ માસ્તરે પોતાની ડાયરીમાં લખ્યું, “સંવત ઓગણીસો ઈકોતેર ફાગણની બારસ કૃષ્ણપક્ષ” પછી નવા જમાનાની ચાલ પ્રમાણે નીચે ઉમેર્યું, “અંગરેજી મારચ મહિનાની બારમી, ઓગણીસો પંદર” એક લીટી છોડી નીચે લખ્યું, “એજન્ટની ઈચ્છા પ્રમાણે પાંચ હજાર સિપાહી તો ન થયા, પણ તોય બસો જેટલાં બળદગાડાં ભરાઈને હજાર ઉપર જવાનિયાઉં નજીકના રેલવે સ્ટેશન વઢવાણ પહોંચ્યા. જતાં શિયાળે વરસાદ લાગે એટલાં આંસુ.