હમને અપના સબ કુછ ખોયા...!

(12)
  • 1.4k
  • 539

હમને અપના સબ કુછ ખોયા....! ખોવાયું હોય તો, ‘લોસ્ટ પ્રોપર્ટી ‘ ના કાઉન્ટર પર જઈને, તેના કાન પકાવાય. અમે પણ આખી જિંદગી ખોઈ નાંખી છતાં હરફ શુદ્ધાં કાઢ્યો નથી. અવળા ધંધે જઈએ તો ‘લોસ’ આવે જ..! સહન કરી લેવાનું. અમે કરીએ જ છીએ ને..? મામલો રાજકારણનો છે.જેમ જેમ લોકસભાના પરિણામની તારીખ નજીક આવતી જાય, એમ કાર્ડિયોગ્રામ કાબૂ બહાર તો જવાનો જ મામૂ..! આ તો વેન્ટીલેટર ઉપર શ્વસતા દર્દી જેવી વાત છે. ચૂંટણીના પરિણામ આવવાને હવે ૩૬ કલાક બાકી છે. એક એક ઉમેદવાર, એની પલ્સ ગણતો બેઠો છે. ૩૬