હેશટેગ લવ ભાગ - ૨૨

(73)
  • 4.3k
  • 12
  • 2k

"હેશટેગ લવ" ભાગ-૨૨ડરતાં ડરતાં મારા પગને મેં બાથરૂમ તરફ ઉપાડ્યા. મને પણ હવે સુસ્મિતાની જેમ જ પોતાનો જીવ આપી દેવાની ઈચ્છા થઈ ગઈ હતી. બાથરૂમ સુધી પહોંચતા પહોંચતા તો મારા મનમાં અસંખ્ય વિચારો દોડવા લાગ્યા. એક પારકા પુરુષના કારણે હું મારો જીવ આપવા માટે તૈયાર થઈ હતી. મારા મમ્મી પપ્પાનો વિચાર પણ મેં ના કર્યો. અને ચાલી નીકળી આત્મહત્યા કરવા માટે. બાથરૂમ પાસે પહોંચી. દરવાજો ખોલવા જતાં મારા હાથ કંપી રહ્યાં હતાં. મગજમાં સુસ્મિતાના વિચારો દોડી રહ્યાં હતાં. આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. મનોમન હું સુસ્મિતાને કહી રહી હતી. "હું પણ આવું છું તારી પાસે." ધીમેથી મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો. અને