અતુટ દોર નુ અનોખુ બંધન -1

(99)
  • 5.7k
  • 15
  • 3.1k

પરી...ઓ પરી...!!! જલ્દી કર મોડું થાય છે, રિક્ષા આવી જશે...કરતી એક નાનકડી ઢીંગલી બુમો પાડી રહી છે. તે છે સાચી. જ્યારે સામે તો કંઈ ફેર જ ના પડતો હોય તેમ ગોલુમોલુ અને ક્યુટી એવી પરી કહે છે આવુ છુ થોડી શાંતિ રાખ.... એમ કહીને થોડી વારમાં પરી બે ચોટલામા મસ્ત ક્યુટી લાગતી પરી બેગ લઈને ભાગતી ભાગતી આવે છે...અને કહે છે તુ બહુ ઉતાવળ કરે છે...કંઈ મોડુ નથી થયુ !! પરી તેના સ્વીટ શબ્દો માં આવુ કહે છે એટલે તેની મમ્મી હસવા લાગે છે...કારણ કે આ તેનુ રોજ નુ હતું. ખરેખરમાં આ પરી સવાર માં ઉઠે જ નહી પરાણે ઉઠે